પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
તા16/06/24 રવિવાર,
પંકજ પંડીત
ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
જેમાં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું આ ભગીરથ કાર્ય માં ગાયત્રી પરિવાર,જૈન શ્વેતાંબર શોષ્યલ ગ્રુપ ના સભ્યોએ સેવા આપી હતી. ગાયત્રી પરિવાર લીમડી તેમજ જૈન શ્વેતાંબર સોશિયલ ગ્રુપ આ સંસ્થાઓ રક્તદાન કેમ્પમાં સહયોગી થયા હતા.મોટી સંખ્યામાં લીમડી અને આજુ બાજુના લોકો આ કેમ્પ નો લાભ લીધો હતો અને પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કરનાક દરેક લોકો ને certificate તથા સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહન વધાર્યું હતું આજરોજ જે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં કુલ 55 યુનિટ રક્ત એકઠું થયું છે
રેડક્રોસ સોસાયટી દાહોદના સંયુકત ઉપક્રમે રક્તદાન કેમ્પ તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ. •રકતદાન કરવાથી નબળાઈ નહીં પરતું શરીરમાં નવી સ્ફૂર્તિ અને તાજગી આવે છે.
•આપણા શરીરમાં નવુ તાજું લોહી બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. •રક્તદાન કેટલીક અમૃલ્ય જીંદગી બચાવે છે. રક્તદાનથી નિયમિત સ્વાસ્થય ચકાસણી થતી રહે છે. •રક્તદાન કરવાથી હાર્ડ-અટેક ની શક્યતા ઓછી થઈ જાય છે. •રક્તદાન કરવાથી શરીર પર કોઇ આડ-અશર થતી નથી ગભરાટ દુર થઈ જાય છે.

