ફતેપુરા તાલુકાના કેન્દ્ર નંબર 32 ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજના ના સંચાલકને કાયમી ધોરણે હટાવવામાં આવ્યા.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના કેન્દ્ર નંબર 32 ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજના ના સંચાલકને કાયમી ધોરણે હટાવવામાં આવ્યા
ડુંગરાના પાણી સંચાલકને ઢઢેલા પ્રાથમિક શાળા મધ્યાન ભોજન યોજના કેન્દ્ર નો હવાલો સોપવામાં આવ્યો
પીએમ પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ ફતેપુરા તાલુકામાં સમાવિષ્ઠ સરકારી તથા અનુદાનિત શાળાઓના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને નિશુલ્ક ભોજન અને નાસ્તો આપવાની જોગવાઈ છે. જે અંતર્ગત નંબર કેન્દ્ર નં.32 ઢઢેલા મુખ્ય પ્રાથમિક શાળા,ફતેપુરાની તારીખ ૩૧/૦૫/૨૦૨૪ના રોજ નાયબ મામલતદારશ્રી(મ.ભ.યો)દ્વારા તપાસણી કરવામાં આવેલ. તપાસણી દરમિયાન સ્ટોક પત્રક મુજબ ઉપલબ્ધ જથ્થો તથા કેન્દ્ર પર તપાસણી દરમિયાન ભૌતિક ઉપલબ્ધ જથ્થામાં વિસંગતતા જોવા મળેલ, જેમાં ઘઉં અને ચોખા મળી કુલ 175 કિલોની ઘટ, તથા ચણા અને તેલમાં આશરે 58 કિલો ની વધ જણાયેલ છે. જેથી બાળકોના સ્વાસ્થ્ય તેમજ યોજના સંચાલનના હિતમાં તેઓને વ્યવસ્થાપક તરીકે ચાલુ રાખવા હિતાવહ જણાતા ન હોય તાત્કાલિક અસરથી સંચાલક શ્રી દક્ષાબેન સોમાભાઈ કટારાને કાયમી ધોરણે હટાવવામાં આવેલ છે તથા કેન્દ્ર નંબર 32 નો ચાર્જ કટારા રીટાબેન જશવંતભાઈ, મ.ભ.યો.સંચાલક કેન્દ્ર નંબર 34 ડુંગરાના પાણી પ્રાથમિક શાળા, ફતેપુરાને સોંપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!