શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાનના નિવેદનને લઈને વિવાદ : LAC પર એક તરફી પરિવર્તનને મંજૂરી નહીં અપાય : પીએમઓ
શુક્રવારની સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાનના નિવેદનને લઈને વિવાદ
LAC પર એક તરફી પરિવર્તનને મંજૂરી નહીં અપાય : પીએમઓ
નવી દિલ્હી, તા. ૨૦
લદ્દાખમાં એલએસીને પર હિંસક અથડામણને લઈને ભારત અને ચીન વચ્ચેના તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે વડા પ્રધાન કાર્યાલયએ સ્પષ્ટ કર્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર કોઈપણ કિંમતે એકતરફી પરિવર્તનની મંજૂરી આપવામાં આવશે નહીં. ભારતીય સૈન્ય દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે તમામ શક્ય પગલાં લેશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમઓએ ખુલાસો કર્યોઃ પીએમઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી અંગે પણ સ્પષ્ટતા કરી છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈ ભારતીય ક્ષેત્રમાં ચીન પ્રવેશ્યું નથી અને કોઈ ભારતીય ચોકી કબજે કરાઈ નથી. પીએમઓએ કહ્યું કે વડા પ્રધાન મોદીની વાસ્તવિક નિયંત્રણ રેખાની ભારતીય સરહદ પર ચીની સૈન્યની હાજરી ન હોવાની ટિપ્પણ સશસ્ત્ર દળોની વીરતા પછીની પરિસ્થિતિ સાથે જોડાયેલી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે વડા પ્રધાનની ટિપ્પણી પર એવા સમયે બિનજરૂરી વિવાદ ઊભો થઈ રહ્યો છે જ્યારે બહાદુર સૈનિકો આપણી સરહદોનું રક્ષણ કરી રહ્યા છે. વડા પ્રધાનનો સ્પષ્ટ મત છે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ને પાર કરવાના કોઈપણ પ્રયત્નો સામે આકરા જવાબ આપવામાં આવશે. શુક્રવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે એલએસીને સ્થાનાંતરિત કરવાના કોઈપણ પ્રયત્નો પર ભારત દ્રઢતાથી જવાબ આપશે. હકીકતમાં તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા પડકારોની ભૂતકાળની ઉપેક્ષાથી વિપરિત, ભારતીય સૈન્ય એલએસીના કોઈપણ ઉલ્લંઘન સામે નિર્ણાયક અને દ્ઢતાથી લડશે. સર્વપક્ષીય બેઠકમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ વખતે ચીન સૈન્ય વધુ તાકાત સાથે એલએસી પર આવ્યું હતું અને તેના પ્રત્યેની ભારતીય પ્રતિક્રિયા પણ તેની સાથે સુસંગત હતી. એલએસીના ઉલ્લંઘન સંદર્ભે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિંસા ૧૫ જૂને ગલવાનમાં થઈ હતી, કારણ કે ચીની પક્ષ એલએસી નજીક માળખાં બાંધવા માંગતો હતો અને આવા કામોથી દૂર રહેવાનો ઇનકાર કરી રહ્યું હતું. ઓલ પાર્ટીની બેઠકમાં થયેલી ચર્ચાઓમાં વડા પ્રધાનની ટીપ્પણનું ફોક્સ ૧૫ જૂને ગલવાનની ઘટનાઓ પર હતું જેનાં પરિણામે ૨૦ ભારતીય લશ્કરી જવાનોના જીવ ગયા હતા. વડા પ્રધાને આપણાં સશસ્ત્ર દળોને તેમની બહાદુરી અને દેશભક્તિ માટે શ્રદ્ધાંજલિ આપી કે જેણે ત્યાંના ચીનના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા. વડા પ્રધાનની એ ટિપ્પણ કે વાસ્તવિક નિયંત્રણ રેખાની આપણી બાજુ પર ચીનની કોઈ હાજરી નથી, તે સશસ્ત્ર દળોની બહાદુરીના પરિણામે સર્જાયેલી પરિસ્થિતિથી સંબંધિત છે. ૧૬ બિહાર રેજિમેન્ટના સૈનિકોના બલિદાનએ આ માળખા ઊભા કરવાના ચીનના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા અને તે દિવસે એલએસીનો ભંગ કરવાનો પ્રયાસ પણ નિષ્ફળ બનાવ્યો. આપણા સશસ્ત્ર દળો સરહદોની સુરક્ષા માટે કોઈ કસર છોડશે નહીઃ વડા પ્રધાનના શબ્દો કે, જેમણે અમારી જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો તેને અમારા બહાદુર પૃથ્વી પુત્રો દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો., જે આપણા સશસ્ત્ર દળોના મૂલ્યો અને ચરિત્રને અભિવ્યક્ત કરે છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપું છું કે આપણાં સશસ્ત્ર દળો આપણી સરહદોની સુરક્ષા માટે કોઈ કસર છોડશે નહીં. ‘ભારતીય ક્ષેત્ર શું છે તે ભારતના નકશાથી સ્પષ્ટ છે. આ સરકાર તેના પ્રત્યે દ્રઢતા અને સખ્તાઈથી કટિબદ્ધ છે. એટેલ સુધી કેટલાક ગેરકાયદેસર કબજાની વાત છે તો ઓલ પાર્ટી મીટિંગમાં દેશને છેલ્લા ૬૦ વર્ષમાં ૪૩ ૪૩,૦૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર કયા સંજોગોમાં ગુમાવવો પડ્યો એ વિષે સારી રીતે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું જે આ દેશ સારી રીતે જાણે છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ સરકાર એલએસીમાં કોઈ એકપક્ષીય ફેરફારની મંજૂરી નહી આપે.. એવા સમયે કે જ્યારે આપણા બહાદુર સૈનિકો આપણી સરહદોની રક્ષા કરે છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમનું મનોબળ ઓછું કરવા માટે બિનજરૂરી વિવાદો ઊભા કરવામાં આવી રહ્યા છે.
જો કે, ઓલ પાર્ટીની બેઠકમાં મુખ્ય ભાવના સંકટના સમયે સરકાર અને સશસ્ત્ર દળો માટે જરૂરી સપોર્ટની હતી. અમારું માનવું છે કે પ્રેરિત પ્રચારથી ભારતીય લોકોની એકતામાં કોઈ કમી નહીં આવે. કોંગ્રેસે લદાખમાં ચીન સાથેના મડાગાંઠ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને આશ્ચર્યજનક અને આઘાતજનક ગણાવ્યું હતું.
પક્ષના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ સવાલ કર્યો હતો કે જો વડા પ્રધાને લદ્દાખની સાચી પરિસ્થિતિ વિશે જણાવ્યું છે, તો પછી ૨૦ સૈનિકોના સર્વોચ્ચ બલિદાન કેમ થયાં અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સૈન્ય સ્તરે ચીન સાથે કયા વિષય પર ચર્ચા થઈ રહી હતી? તેમણે કહ્યું કે વડા પ્રધાને કહ્યું કે લદ્દાખમાં ભારતીય સરહદમાં કોઈ બહારના નથી. તે સ્પષ્ટ છે કે વડા પ્રધાનનું નિવેદન ચીફ ઓફ આર્મી સ્ટાફ, સંરક્ષણ પ્રધાન અને
આભાર – નિહારીકા રવિયા વિદેશ પ્રધાનના અગાઉના નિવેદનોથી વિરોધાભાસી છે. તેમના નિવેદનથી અમને આશ્ચર્ય થયું અને અમે હતપ્રભ થયા છીએ.
#Sindhuuday Dahod