ચાકલીયા પોલીસે 129480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ચાકલીયા પોલીસે 129480 ના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો
ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ.એસ.આઇ જે.કે.રાઠોડ તેમના પોલીસ સ્ટાફ સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરનાર ઈસમો તેમજ બુટલેગરોને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમા હતા ત્યારે તેમને બાતમી મળેલ હતી કે અંકિત શશીકાંત હઠીલા ( પારેવા, ઝાલોદ ), દીલીપ કાળુ ભાભોર ( તળાવ ફળીયુ, રણીયાર ) મહિન્દ્રા કંપનીની એક્સ.યુ.વી 300 GJ-20-AH-2574 મા વિદેશી દારૂ જાવરા ( મધ્યપ્રદેશ) થી લઈ છાયણ-ગુલતોરા થઈ લીમડી તરફ આવવાનો છે તે બાતમીને આધારે ચાકલીયા પો.સ્ટેશનના પી.એસ.આઇ જે.કે.રાઠોડ દ્વારા ટાઢાગોળા ગામે નવા બની રહેલ કોરીડોરના રસ્તા પર વોચમા હતા ત્યારે બાતમી વાળું વાહન આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ગાડીના ચાલક દ્વારા ગાડી ઉભી રાખેલ નહીં અને ગાડી હંકારી નાસી જવાની કોશિશ કરતા ગાડીનું ટાયર પંચર થઈ જતાં બે ઈસમો ઉતરી ભાગી જવાની કોશિશ કરતા દિલીપ કાળું ભાભોરને ઝડપી પાડવામાં આવેલ હતો અને બીજો ઈસમ નાસી છુટેલ હતો.
ચાકલીયા પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીની તલાસી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 13 પેટી થઈ કુલ 804 નંગ વિદેશી બોટલ જેની કુલ કિંમત 129480 અને ફોર વ્હીલર ગાડીની કિંમત 200000 થઈ કુલ 329480 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ હતી.

