આગામી ૨૪ જૂનથી શરૂ થનાર બોર્ડની પૂરક પરીક્ષાઓ માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ
આગામી ૨૪ જૂનથી શરૂ થનાર ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પૂરક પરીક્ષાઓ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેકટર ખેડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયેલ જિલ્લામાં કુલ ધોરણ ૧૦ના ૧૦ કેન્દ્રો ધોરણ ૧૨ ના સામાન્ય પ્રવાહના ચાર કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્રો એમ કુલ ૧૮ કેન્દ્રો પર પરીક્ષા લેવાનાર છે જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ૬૭૮૨ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે એમજીવીસીએલ એસટી વિભાગ તેમજ પોલીસ બંદોબસ્ત માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે