કારનો કાચ તોડી રૂ. ૭૨ હજારની મત્તાની ચોરી કરનાર અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડીને તેમાંથી લેપટોપ અને રોકડ મળી કુલ રૂ. ૭૨ હજારની મત્તાની ચોરી કરનાર અજાણ્યા ઇસમ સામે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદના લાંભવેલ રહેતા અને સેલ્સમેન તરીકે ફરજ બજાવતાં સુનીલભાઇ કેશવભાઇ પટેલ ૧૭ જૂનના રોજ પોતાના સાથી કર્મચારીઓ સાથે ખેડા ગયા હતા. જ્યાં કાર પાર્ક કરીને પોતાની નોકરીના કામ માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવ્યા ત્યારે કારનો ડ્રાઇવર સાઇડની પાછળનો કાચ તૂટેલો હતો અને કારમાંથી રૂ. ૨૦ હજારની કિંમતનું લેપટોપ અને રોકડા રૂ. ૫૨ હજાર તેમજ પાસપોર્ટ મૂક્યો હતો તે થેલો મળી આવ્યો ન હતો. જેથી આસપાસ તપાસ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. જેથી રૂ. ૭૨ હજારની કિંમતની મત્તાની ચોરી મામલે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.