મહુધા મામલતદાર કચેરી ખાતે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામા આવી
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા અચાનક મહુધા મામલતદાર કચેરી પહોંચી ગયા હતા અને એટીવીટી વિભાગમાં દાખલા માટે લાઈનમાં ઉભેલા અરજદારો સાથે કચેરીમાં કોઈ તકલીફ કે કોઈ અડચણ થતી હોવાને લઇને પ્રશ્નો કર્યા હતા. ત્યારબાદ મધ્યાહન ભોજન અને જમીન શાખા વિભાગની કેટલીક ચોક્કસ ફાઈલ અને વિગતો ચકાસી હતી. કલેકટર સરપ્રાઈઝ વિઝીટ પૂર્ણ કરી પરત જતા હતા ત્યાં ફીણાવના સિનિયર સીટીઝન કચેરીમાં પહોંચ્યા અને તેમણે વૃધ્ધ પેંશનની અને કચેરીમાં દલાલ વગર કોઈ કામ ન થતાં હોવાની કલેકટરને રજૂઆત કરતાં કલેક્ટર પરત મામલતદારની ચેમ્બરમાં ગયા હતા અને અરજદારને સાથે રાખી વિગતો ચકાસી, એક સપ્તાહમાં કામગીરીની ખાત્રી આપી હતી.