ધાનપુર તાલુકાના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ મહામહેનતે પોલિયો ના ટીપાં પીવડાવતું આરોગ્ય વિભાગ.
રિપોર્ટર:વનરાજ ભુરિયા,ધાનપુર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું.
ધાનપુર તાલુકાના રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રા ના કુલ 321બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ રાજ્ય ના દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ્યું છે ત્યારે ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલો માં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને રસીકરણ ની સેવાઓ આપે છે આવો જ એક વિસ્તાર છે રતનમહાલ નું જંગલ રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના બાળકો ને પોલિયો રસીકરણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા છે ત્યારે ગામના લોકોએ પણ આવા ડુંગરાળ તેમજ છૂટા છવાયા ઘરો સુધી પહોંચી પોલિયો પીવડાવવા જતા બિરદાવ્યા હતા.