કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન શ્રી બી.એમ. હાઈસ્કૂલ ઝાલોદ માં કરવામાં આવ્યુ
પંકજ પંડીત

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નું આયોજન શ્રી બી.એમ. હાઈસ્કૂલ ઝાલોદ માં કરવામાં આવ્યુ
તારીખ 26-27-28 ત્રણ દિવસ ગુજરાતની દરેક સ્કૂલોમાં દર વર્ષની માફક શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવનાર છે તે અંતર્ગત બી.એમ.હાઈસ્કૂલમા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ યુથ એન્ડ ક્લ્ચર એક્ટીવીટીસ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર થી ઉપસચિવ નિલેશભાઈ આર. ડામોર તથા તાલુકા કુમાર શાળાના સી.આર.સી આર.પી . ભમાત ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે ઝાલોદ કેળવણી મંડળ , ઝાલોદના પ્રમુખ દિલિપ પટેલ, મંત્રી હસમુખ પટેલ, સહમંત્રી તથા ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ પંચાલ , દાહોદ જિલ્લાના અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી ભરત શ્રીમાળી , શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો, વાલીમંડળના પ્રમુખ તથા સભ્યો તેમજ ધોરણ ૯ અને ૧૧ માં નવા પ્રવેશ મેળવેલ વિ.ઓ.ઉપસ્થિતિ રહેલ
માનનીય ઉપ સચિવ નિલેશ ડામોરના વરદ હસ્તે નવા પ્રવેશ મેળવેલ વિ.ઓ. ને સરકાર તરફ્થી મળતા મફત પાઠ્ય પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યુ તથા ધોરણ ૯ અને ૧૧ માં વિ.ઓ.ને શાળામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો.
