નડિયાદમા વ્યાજખોરે ઊંચું વ્યાજ વસૂલતા યુવકે ફરિયાદ નોંધાઈ

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના યુવકે ઘરના રિનોવેશન માટે ૨૦ હજાર રૂપિયા વ્યાજખોર પાસેથી વ્યાજે લીધા અને એ બાદ વ્યાજખોરે ઊંચું વ્યાજ વસૂલતા આ બાબતે યુવકે આ વ્યાજખોર સામે નડિયાદ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદમાં ખારાકુવા પાંચ હાટડીના નાકે રહેતા સાહિલ સલીમભાઈ અબ્દુલસત્તાર બલોલ જે સંતરામ મોટી શાકમાર્કેટમાં છૂટક શાકભાજીનો વેપાર કરે છે જ્યારે પિતા કાપડની ફેરી અને માતા સિલાઇકામ કરે છે. સાહિલ બલોલે એપ્રિલ ૨૦૨૨મા  ઘરનુ રીનોવેશન માટે તાહીર અબ્દુલભાઈ ઇન્દોરી રહે.શાલીમાર સોસાયટી બારકોશીયા રોડ પાણીની ટાંકી પાછળ નડિયાદ ની પાસેથી રૂપિયા ૨૦ હજાર વ્યાજે લીધા હતા. જેનુ દર અઠવાડિયે વ્યાજ સાહિલ ચૂકવતો હતો.

આજ દિન સુધી રોકડ અને ઓનલાઇન મળી કુલ રૂપિયા ૭૪,૯૦૦ સાહિલે તાહીરને આપી દીધા હતા. પરંતુ  તાહીર રૂપિયા બાકી પડતા હોવાનું જણાવી અવારનવાર ત્રાસ આપતો હતો. તાહીર ઇન્દોરીએ સાહિલને ધમકીઓ આપતા જણાવ્યું કે તું મારે ત્યા વ્યાજે પૈસા લેવા આવેલ હતો તારે વ્યાજના પૈસા ભરવા જ પડશે તારે નડિયાદમાં રહેવુ હોય તો મને મારા વ્યાજના પૈસા આપવા જ પડશે નહી તો નડિયાદ છોડી દે જયા તુ મળીશ ત્યા તને મારીશ’ તેવી ધાક ધમકીઓ આપી હતી.

જેથી ડરના માર્યા સાહીલે પણ અમુક રકમ આપી હતી. ત્યારબાદ  વ્યાજખોર તાહીર ઇન્દોરીએ ગત ૨૩ જૂન ૨૦૨૪ના રોજ પાંચ હાટડી વિસ્તારમાં જાહેરમાં સાહીલ સાથે ગાળાગાળી કરી હતી. આથી આ મામલે સાહીલે વ્યાજખોર તાહીર ઈન્દોરી સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!