મહેમદાવાદમાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતો શખ્સ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
પોલીસના માણસોએ ગાંજાના વેપલાનો પર્દાફાશ કર્યો છે. ઘરમાં ગાંજાનુ છૂટક વેચાણ કરતા શખ્સને પોલીસે રંગે હાથે પકડી પાડયો છે. જ્યારે ગાંજાનો સપ્લાય કરનાર બિલોદરાનો શખ્સ વોન્ટેડ છે. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી રૂપિયા ૧૧ હજાર ૯૦૦ના ગાંજા સાથે બે ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એસોજી પોલીસ બાતમીના આધારે મહેમદાવાદ ગોઠાજ વિજયનગર વિસ્તારમાં રહેતો સીદીકમીયા સાબીરમીયા મલેક પોતાના ઘરે ગાંજાનો વેચાણ કરે છે. જેથી પોલીસે સીદીક મલેકના ઘરે દરોડો પાડી સીદીક મલેકને ઝડપી પાડયો હતો પોલીસે તેની પાસેથી ૧ કીલો ૧૯૦ ગ્રામનો ગાંજો ઝડપી લીધો હતો. જેની કિંમત રૂપિયા ૧૧ હજાર ૯૦૦ થાય છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૭ હજાર ૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સીદીક મલેકની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે આ ગાંજાનો જથ્થો 5 દિવસ અગાઉ જ નડિયાદના બિલોદરા ગામે કર્મવીરનગરમા રહેતો ધીરૂ નામના વ્યક્તિ એ વેચાણ અર્થે આપ્યો હતો. પોલીસે આ બનાવમાં કુલ બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.