બાઇક સાથે અકસ્માતમાં આધેડનું ગંભીર ઇજાને કારણે સારવાર દરમિયાન મોત
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના ચકલાસીમા રહેતા આધેડ જીઇબીમાં જઇ રહ્યા હતા. તે સમયે ભયજીપુરા જીઇબી પાસે જ સામેથી રોંગ સાઇડમાં આવેલાં બાઇક સાથે અકસ્માત થતાં આધેડનું ગંભીર ઇજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચલકસીના બેલંત્રીપુરામાં રહેતા વજેસિંહ શંકરભાઇ વાઘેલા બાઇક પર ચકલાસી જીઇબીમાં મીટરના કનેક્શન માટે બાઇક પર ચકલાસી ભાલેજ રોડ ઉપર ભયજીપુરા જીઇબી પાસેથી જઇ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે વજેસિંહના બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત વજેસિંહને ચકલાસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે ચકલાસી પોલીસે રામસિંહ વાઘેલાની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
