કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને ઉજવણી ફૂલપૂરા પ્રાથમિક શાળાએ કરવામાં આવી.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને ઉજવણી ફૂલપૂરા પ્રાથમિક શાળાએ કરવામાં આવી

તારીખ 27/ 6 /2024 ગુરુવાર ના રોજ ચોરા વર્ગ ફુલપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો .શાળામાં અધિકારી અને પદાધિકારીના હસ્તે શાળાના બાલવાટિકા અને ધોરણ-1 માં મળીને 20 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો . અધિકારી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું તથા બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા ફુલપુરા ગામના નિવાસી અને જાંબુઘોડા ખાતે ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા મછાર દુર્ગેશકુમાર ભરતભાઈ તરફથી શાળાના બાળકોને બુટ ચપ્પલ અર્થે 15000 જેટલી મતદાર રકમનું દાન કરવામાં આવ્યું શાળા વતી શાળાના આચાર્ય પરમાર વિજયસિંહ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું તથા દાતાને સાલ તથા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ .શાળાના તમામ શિક્ષક મિત્રોના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: