પોલીસ ધ્વારા નવા કાયદા અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજયો
ખેડા જીલ્લા પોલીસ દ્રારા કોમ્યુનીટી હોલ નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ ની અધ્યક્ષતામાં અને ડેપ્યટી ડાયરેકટર ઓફ પ્રોશીકયુશન રાકેશ રાવની વિશેષ ઉપસ્થિતિમાં વી.આર.બાજપાઇ નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નડીયાદ તથા નડીઆદ રૂરલ પો.ઇન્સ કે.એચ.ચૌધરી સા તથા નડીઆદ ટાઉન પો.ઇન્સ એમ.બી.ભરવાડ સા, તથા નડિયાદ પશ્ચિમ પો.ઇન્સ પી.એસ.બરંડા સા, તથા સેસન્સ કોર્ટ ડી.જી.પી વકીલ ધવલભાઇ બારોટ તથા બાર કાઉન્સીલ પ્રમુખ કિરીટભાઇ બારોટ તથા સરકારી પી.પી.શ્રી ગોપાલ ઠાકુર તથા પ્રેમ તીવારી નાઓની હાજરીમાં નડીયાદ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ઉપસ્થિત આગેવાનોને નવા કાયદા અન્વયે જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જ્યાં હાજર વ્યક્તિઓને નવા કાયદા બાબતે માહીતગાર કરી ઉપયોગીતા તથા સુધારાઓથી અવગત કર્યા. સાથો સાથ રોજીંદા જીવનમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે અસર કરતા પ્રશ્નોનું નિરાકરણને પ્રાથમિકતા આપી હાલમાં સરકાર ધ્વારા જે કાયદામાં નવા ફેરફારો કરવામાં આવેલ છે. જે બાબતે આમંત્રીત મહાનુભવો દ્રારા નવા કાયદા લક્ષી માહીતી તથા સમજ આપવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.