સમસ્યા: ગરબાડામાં ખેડૂતોને ખાતર માટે ધરમ ધક્કા.મંડળી માં મશીન બંધ હોવાનું બોર્ડ મરાયુ.
સમસ્યા: ગરબાડામાં ખેડૂતોને ખાતર માટે ધરમ ધક્કા
;મંડળી માં મશીન બંધ હોવાનું બોર્ડ મરાયુ.
છેલ્લા કેટલાક દિવસો થી ખેડૂતો ખાતર લેવા માટે લાંબી કતારો લગાવી ઉભા રહેવા છતાં ખાતર ન મળતા રોષ.હાલ ચોમાસું ચાલુ થયું છે અને મેઘો મહેરબાન થતાં સારો એવો ખેતીલાયક વરસાદ વરસ્યો છે ત્યારે ધરતીપુત્રો ખેતી ની કામગીરીમાં જોતરાયા છે અને ખેતરોમાં વાવણી શરૂ કરી દીધી છે પરંતુ હાલ ગરબાડા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલ ગરબાડા તાલુકામાં દૂર દૂર થી લોકો ખેતરમાં વાવણી કરવા માટે ખાતર લેવા માર્કેટમાં આવેલ મંડળી ખાતે વહેલી સવારથી મહિલાઓ તેમજ પુરુષો લાંબી કતારો લગાવી ઉભા રહેતા હોય છે પરંતુ મંડળીમાં મશીન બગડી ગયું છે જેથી ખાતર વિતરણ કરવામાં નહિ આવે તેમ જણાવવામાં આવે છે તેમ છતાં મશીન ચાલુ થવાની રાહ જોઈ મોડા સુધી ખેડૂતો લાઈનોમાં બેસી રહે છે પરંતુ તેમને ખાતર ન મળતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે ત્યારે હાલ ગરબાડા તાલુકામાં સારો ખેતી લાયક વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો પોતાના ખેતરોમાં વાવણી કરવા માટે બિયારણ સાથે ખાતર ની ખાસ જરૂરિયાત હોય છતાં પણ હાલ ખાતર મળી રહ્યું નથી ખેડૂતો દ્વારા જે પણ સમસ્યા હોય તેને દૂર કરી અને વાવણી માટે ખાતર આપાવમાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
હું છેલ્લા બે ચાર દિવસથી સવારે ૬ વાગ્યાથી અંહિયા મંડળી ખાતે આવું છું વહેલા આવી લાઈનમાં બેસી રહું છું પરંતુ ખાતર અંગૂઠા પાડવાનું મશીન બગડી ગયું છે તેમ કહી પાછા મોકલી દેવામાં આવે છે હાલ અમારે ખેતરમાં વાવણી માટે ખાતર ની ખાસ જરૂરિયાત હોય તેવા સમયે અમને ખાતર મળી રહ્યું નથી અને વારંવાર ધક્કા ખાવા પડે છે જેથી વહેલી તકે મશીન ચાલુ કરી અને ખાતર વિતરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે…
*ખેડૂત :રામસીંગભાઈ, ગામ: સાહડા*

