અમૂલ ડેરી ખાત્રજ ખાતે ગેસ લિકેજ પર ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ અમૂલ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન એલટીડી. સેટેલાઈટ અમૂલ ડેરી, ખાત્રજ ખાતે જિલ્લા કક્ષાની ગેસ લીકેજ પર ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ. જેમાં, અમૂલના કર્મચારીઓ દ્વારા એમોનિયા લીકેજ અટકાવ અંગે પરીક્ષણ કરી સફળતાપુર્વક મોકડ્રીલ પુર્ણ કરવામાં આવી હતી.
મોકડ્રીલ બાદ યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત અધિકારી અને કંપની મેનેજર ઓમાંથી નિયુક્ત ઓબ્ઝર્વરઓ દ્વારા ગેસ લીકેજ વખતે ધ્યાનમાં રાખવાના સેફ્ટી મેઝર્સ જેમ કે માસ્ક, ગ્લવ્ઝ, કેમિકલ સુટ, સક્રબિંગ સિસ્ટમ અને હોનારત વખતે સંબધિત વિભાગના સંપર્ક વગેરે માટે માર્ગદર્શક સુઝાવો પણ આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર, ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી અધિકારી, મામલતદાર મહેમદાવાદ, ટીડીઓ મહેમદાવાદ, જીપીસીબી રીજનલ ઓફિસર, જુદી જુદી કંપનીમાંથી આવેલ ઓબ્ઝર્વર, તેમજ કંપનીના મેનેજર તથા કંપનીનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: