દાહોદમાં કુલ આંકડો ૪૭ : એક્ટીવ કેસ ૫ દાહોદથી વડોદરા હરણીયાનું ઓપરેશન કરાવવા ગયેલ વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

દાહોદ તા.૨૩
દાહોદમાં આજે વધુ એક કોરોના દર્દીનો સમાવેશ થયો છે. આ દર્દી કેટલાક દિવસો પુર્વે વડોદરા ખાતે હરણીયાનું ઓપરેશન કરાવવા ગયા હતા અને તે પહેલા તેનો કોરોના રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બાદમાં આ દર્દીને દાહોદ ખાતે રવાના કરાતા તેને આરોગ્ય તંત્ર દ્વારા દાહોદની કોવિડ – ૧૯ હોÂસ્પટલ ઝાયડસ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હોવાનું સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળેલ છે.
જયકિશન મનસુખલાલ દેવડા (ઉ.વ.૬૨, રહે.ગોવિંદનગર, જનકપુર સોસાયટી,દાહોદ) ને કરણીયાના સમસ્યા હોવાથી જયકિશનભાઈ વડોદરા ખાતે એક હોÂસ્પટલમાં હરણીયાનું ઓપરેશન કરાવવા ગયા હતા. વડોદરાના સત્તાધીશો દ્વારા આ બાબતની જાણ થતાં તેઓ આ જયકિશનભાઈના ઓપરેશન પહેલા તેઓનો કોરોના રિપોર્ટ કરાવવા સેમ્પલ લીધા હતા અને આજરોજ વડોદરા મુકામે જ તેઓના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવતાં પરિવારજનોમાં સ્તબ્ધતાનો માહૌલ છવાઈ ગયો હતો. વડોદરાના સત્તાધીશો દ્વારા આ જયકિશનભાઈને દાહોદ ખાતે રવાના કર્યા હતા અને દાહોદના સત્તાધીશોને આ બાબતની જાણ પણ કરી હતી. દાહોદ આવતા વેંત જયકિશનભાઈને દાહોદની કોવિડ – ૧૯ હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા અને સાથે તેઓના સંપર્કમાં આવેલા બીજા કેટલાક વ્યÂક્તઓનું પણ ટ્રેસીંગ કરવામાં આવી રહ્યું છે. આમ, દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવનો આંકડો ૪૭ પર પહોંચી જવા પામ્યો અને એક્ટીવ કેસની વાત કરીએ તો એક્ટીવ કેસમાં હવે હાલ ૫ કેસો રહેવા પામ્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: