સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારના એક મકાન માલિકે રોડ પર ગેર કાયદેસર દબાણ કરતાં પાલિકા ચીફ ઓફીસરને ટીમ દ્વારા દુર કરાયું.
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારના એક મકાન માલિકે રોડ પર ગેર કાયદેસર દબાણ કરતાં સંતરામપુર પાલિકા ચીફ ઓફીસર ને ટીમ દ્વારા દુર કરાયું.
સંતરામપુર કોલેજ રોડ વિસ્તારના રાકેશભાઈ શાહ મકાન આગળ રોડ પર બાંઘકામ કરી દબાણ કરતાં મંગલ જ્યોત સોસાયટીના રહીશોને અવર જવર માટે હાલાકી પડતી હતી. જેથી આ બાબતની મકાન માલિકને અગાઉ પણ રજૂઆત કરી હતી કે તમે આગળની દીવાલ તોડી પાડો અમને તકલીફ પડે છે. તેમ છતાં મકાન માલિક ધ્યાન ન આપતા ન હતાં. જેથી રહીશો દિપકભાઈ પાઠક પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્રસિંહ ઝાલા સહિત લોકો સંતરામપુર પાલિકામાં જઈને ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા ને સ્થળ ઉપર બોલાવીને મકાન માલિકે કરેલું દબાણ તાત્કાલીક દુર કરવા પાલિકાના ચીફ ઓફીસરે જરૂરી કાર્યવાહી કરી દબાણ કરેલ દિવાલ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી હતી. અને ચીફ ઓફીસરે મકાન માલિકને જણાવેલ કે તમારી હદમાં જ તમારે બાંઘકામ કરવું જોઈએ જો તમે એનાથી આગળ ગેર કાયદેસર બાંઘકામ કરશો તો આ બાબતે વધું કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
રિપોર્ટર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર.

