નડિયાદના પિજ રોડ ઉપર આવેલી એક દુકાનમાં તસ્કરોનો હાથફેરો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના પશ્ચિમના પીજ રોડ કેનાલ પાસે શ્રી હરિ માર્ટ સ્ટોર્સમાં મંગળવાર રાત્રે તસ્કરોએ દુકાન નું પતરૂ ખોલી દુકાનમાંથી કુલ રૂ ૩૦ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. તેના બીજા દિવસે દુકાન માલિક દુકાન ખોલતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યુ હતુ. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી છે.
નડિયાદ શહેરના આમ્રપાલી સોસાયટીમાં રહેતા કુશીલ પટેલની પીજ રોડ કેનાલ પાસે શ્રી હરિ માર્ટ સ્ટોર્સમાં બુધવારે સવારે સ્ટોર ખોલતા જોયું તો કેશ કાઉન્ટર ઉપરના ભાગે કરેલ પીઓપી અને સિમેન્ટનું પતરૂ ખુલ્લા હતુ. અને સ્ટોરમાં મૂકેલ સામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતા સ્ટોરના કાઉન્ટરમાં મૂકેલા રૂ.૧૫ હજાર રોકડ, મોબાઇલ રૂ.બે હજાર, ઘીના ૧૦ ડબ્બા રૂ. ૬૩૫૦, તેલના પાંચ લીટરના 3 ગેલન રૂ ૧૮૦૦ અને રૂ.પાચ હજારની ૫૦ ચોકલેટ મળી કુલ રૂ ૩૦ હજારની મત્તાની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કૃષીલ વિનોદભાઇ પટેલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.