દાહોદમાં ભગવાન જગન્નાથજીના ભક્તોએ નિજ મંદિરે દર્શન કર્યા

દાહોદ તા.૨૩
દાહોદના હનુમાન બજાર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આજે વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો અને રથયાત્રા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મંદિર પરિસરમાં જ સૌપ્રથમ આરતી કરી ભગવાનને બિરાજમાન કરાયા હતા સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનમાં પ્રથમ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા ચાલુ વર્ષે અદાલતના આદેશને કારણે રથયાત્રા નગરચર્યા માટે સ્થગિત રાખવામાં આવી હતી જોકે ભક્તો ની લાગણી અને માંગણી ને ધ્યાને રાખી મંદિરમાં બિરાજમાન ભગવાન જગ્ગનાથને”જય રણછોડ માખણ ચોર” “ ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે” જેવા ગગનભેદી સૂત્રો સાથે ઢોલ-નગારાના તાલે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી સહીત શુશોભિત કરાયેલા રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. જ્યાં દર વર્ષની જેમ જ પહિંદવિધિ સહિતની તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવા પામી હતી આમ દાહોદમાં ૧૪માં વર્ષે અશ્રુભીની આંખે ભક્તજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનને આ રથમાં વિરાજિત કરી તે જ સ્થાને જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ભગવાનને જે રથમાં પધરાવેલા રથમાં ૧૨ વાગ્યે ભગવાનને પુનઃ મંદિરમાં બિરાજમાં કરાવ્યા અને ત્યા લોકો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ અને મોડી સાંજ ભક્તોએ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: