અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સાઇકલ ચલકનુ મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં પીજ રોડ પર નોકરીએ સાયકલ લઈને નીકળેલા સાયકલ સવારનું મોત નિપજ્યું છે  આ બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વસો તાલુકાના પીજ ગામે વણકરવાસમાં રહેતા શાંતિલાલ ઉર્ફે ભગાભાઈ ઘરેથી  નોકરીએ જવા સાયકલ પર નડિયાદ શહેરના પીજ રોડ પરના રામદેવપીર મંદિર  પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ વાહને શાંતિલાલ ભગાભાઈની સાયકલને ટક્કર મારી હતી. જેથી શાતિલાલ રોડ ઉપર પટકાયા હતા તેમને શરીરે ગંભીર  જાઓ થઈ હતી. જેથી તેમને તુરંત સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન શાંતિલાલ ઉર્ફે ભગાભાઈનુ મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે ગૌરાંગ શાંતિલાલ મકવાણાએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!