દિવ્ય ભાસ્કર આયોજિત જુનિયર એડિટર સ્પર્ધામાં ઝાલોદના સાત વિદ્યાર્થી ઝળક્યા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ
ઝાલોદની 7 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
દિવ્ય ભાસ્કર આયોજિત જુનિયર એડિટર સ્પર્ધામાં ઝાલોદના સાત વિદ્યાર્થી ઝળક્યા.
દિવ્ય ભાસ્કર દ્વારા વિવિધ અભિયાન દ્વારા તેના વિવિધ વાચકો અને જનજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વર્ષ2024માં રાષ્ટ્રીય કક્ષાએ ખાટે જુનિયર એડિટર-04 દ્વારા વિદ્યાર્થીઓમા લેખન વાંચન અને અખબારી જગતમાં રુચિ કેળવાય તેમજ વિદ્યાર્થીઓપી રહેથી પ્રતિભાઓ સમાજ સમક્ષ આવે આવે તે માટે ઘોરણ 1 thi 12 વિદ્યાર્થીઓને ચાર ગ્રુપમાં વિવિધ વિભાગમાં વિભાજીત કરીને પેપર મેકિંગ, સમાચાર સેટીંગ, જાહેરાત બનાવવી, સાંપ્રત ઘટનાઓના અહેવાલ લેખન તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ જેવા વિવિધ વિષયોમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાનિક ભાષામાં પેપર મેકીંગ સ્પર્ધાનું આયોજન માર્ચમાં રાખવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદ નગરની સાત શાળાઓ માંથી 150 જેટલા વિદ્યાર્થીઓ એ જુનિયર એડિટરના સ્પર્ધક તરીકે સમાચાર સેટિંગ જાહેરાત ભાગ લીધો હતો. જેમાથી કુલ સાત વિદ્યાર્થીઓએ જુદા જુદા અહેવાલ લેખન તેમજ વિભાગમાં વિજેતા બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને દિવ્ય ભાસ્કર દ્વારા શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર સંચાલક મંડળ અને દિવ્ય ભાસ્કર ઝાલોદ તરફથી વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઈતર પ્રવૃત્તિ માટે બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યોને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓમા મૌલાના આઝાદ સ્કૂલના રઈના પટેલ (એ ), શાયમાં તુક્કા ( બી ), ઇનારા ડોકીલા ( સી ) રહીમ મકરાણી (ડી) ,જયારે નારાયણી સ્કૂલના ડેલીસા બમ ( એ ) ,કૃષ્ણા પંચાલ ( બી ), દિશા ગોહિલ ( સી ) જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા.

