એક તરફી પ્રેમમાં પડેલા યુવાને પ્રેમ સંબંધ રાખવા ઝઘડો કરતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પાસે ગામમાં રહેતો ઐયુબખાન જાફરખાન પઠાણ પરિણીતાને અવારનવાર સામે જોઈ કહેતો કે તુ મારી સાથે પ્રેમ સંબંધ રાખ જોકે પરિણીતા વાતનો ઈન્કાર કરતી હતી. જેથી ઐયુબખાન અવારનવાર પ્રેમ સંબંધ રાખવાનુ કહી પરિણીતા જ્યાં જાય ત્યાં પાછળ પાછળ જતો હતો. કોઈના કોઈ બહાને ટોટ મારી તેની સાથે બોલવા જણાવતો હતો. પરંતુ પરિણીતા ઐયુબની વાતમાં આવતી નહોતી.
પરિણીતા બદનામીના ડરે ઘરના સભ્યોને પણ વાત કરી શકતી નહોતી. આથી આ ઐયુબની હિંમત વધવા લાગી હતી. ત્રાસ એટલી હદે વધ્યો કે આ યુવકે પરિણીતાના ઘર નજીક આંટાફેરા મારવાનુ શરૂ કરી દીધું હતું. ગત બે જુલાઈના રોજ પરિણીતા ઘરેથી નીકળી ગામમાં દવાખાને જતી હતી ત્યારે ગામમાં બળિયાદેવ મંદિર પાસે નાળિયામા બાઇક પર આવેલા ઐયુબે પરિણીતાને ઉભી રાખી હતી અને કહ્યું કે ‘તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું તને હેરાન કરીશ જેથી પરિણીતાએ ઠપકો કરી કહ્યું કે મારે પણ મારો પરિવાર છે તું આ રીતે હેરાન કરીશ નહીં જેથી આ ઐયુબખાન પઠાણ એકદમ તેણીની પર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી આ બનાવ મામલે પરિણીતાએ આ યુવક વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
