યુવતીને ઓનલાઇન વર્ક આપવાના બહાને ગઠિયાઓએ રૂપિયા ખંખેર્યા
નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ પોલીસ મથકે નોંધાયેલા બનાવની વિગત જોઈએ તો,
મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામે રહેતી યુવતી અમદાવાદ ખાતેની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ૭ જૂને વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો જેમા પાર્ટ ટાઇમ ઓનલાઇન વર્કની વિગતો હતી. યુવતીએ નોકરી માટે રીપ્લાય આપ્યો હતો. સામે વાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ પ્રિયા આપી અને ઓનલાઇન કામગીરીમાં જુદા જુદા ટાસ્કની કામગીરીની સમજ આ યુવતીને આપવામાં આવી હતી. જુદાજુદા ટાસ્ક મામલે યુવતીએ નાની નાની રકમ ગુગલ પે કરી આપતી તો સામેથી ટાસ્ક ક્લિયર કરી સામાન્ય વધારો રકમનો કરી આ રકમ યુવતીને રીફંડ રૂપે પરત આપવામાં આવતી હતી. ટેલીગ્રામ આઈડી પર ગ્રુપ બનાવી આ યુવતીને સામેલ કરાઈ હતી જે ગ્રુપ હાલમાં ડીલીટ થયેલું છે. પરંતુ જે તે સમયે વિશ્વાસ બેસતા યુવતી સાથે ઉપરોક્ત મોબાઈલ ધારક અને અન્ય એક મોબાઇલ ધારક તેમજ ચાર ટેલીગ્રામ આઈડી ધારકે જુદાજુદા ટાસ્ક મામલે યુવતી પાસેથી જુદા જુદા દિવસો દરમિયાન કુલ રૂપિયા ૯૪ હજાર ૯૯૯ ઓનલાઇન પડાવી લીધા હતા. અને વધુ નાણાંની માંગણી કરતા યુવતીને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો માલુમ પડતાં આ મામલે ૮ જુનના રોજ સાયબર સેલમાં અને એ બાદ ગતરોજ આ મામલે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર ટેલીગ્રામ ધારક અને બે મોબાઈલ ધારક મળી ૬ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
