મહેમદાવાદના મુખ્ય રસ્તા ઉપર રખડતા ઢોરો થી લોકો પરેશાન

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદ શહેરના મુખ્ય રસ્તા પર ઢળતી સાંજે શહેરના ઢાળ વિસ્તારમાં લારીવાળાના દબાણ કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાલિકા દ્વારા રખડતા ઢોર પકડી કાર્યવાહી કરે અને ઢાળ વિસ્તારમાં સર્જાતા લારીવાળાના દબાણ દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે.

મહેમદાવાદ શહેરના માર્કેટયાર્ડ, સહકારી દૂધ ઉત્પાદક મંડળી, જવાહર બજાર, વિરોલ દરવાજા, સ્ટેશન રોડ, ઢાળ વિસ્તાર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા થી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત ઢળતી સાંજે ઢાળ વિસ્તારમાં એક તરફ લારીઓ વાળાના દબાણના કારણે રાહદારીઓ પસાર થવામાં અડચણો આવી રહી છે. બીજી શાકભાજીની ખરીદી કરવા નિકળેલા સ્થાનિક નાગરિકોને રખડતા ઢોરનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા અગાઉ રખડતા ઢોર પકડવા માટે પાંજરું લાવી ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી તેમ ફરી રખડતા ઢોર પકડવાની કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે. આ ઉપરાંત રખડતા ઢોરના કાન પર ટેગ માર્ક ન હોવાના કારણે રખડતા ઢોર કોની માલિકીના છે તે ખબર પડતી નથી.
આ ઉપરાંત જ્યારે રખડતા ઢોર મૃત્યુ થાય ત્યારે ઢોરનુ કોઈ વાલી વારસ જોવા મળતું નથી. ત્યારે જીવતા પશુ ના અનેક માલિક આવી જતા હોય છે. આમ તંત્ર દ્વારા રખડતા ઢોર અંગે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!