ઝાલોદ તાલુકાના માછણડેમ નજીક કામ કરતા યુવકનું સિમેન્ટ કોન્ક્રીટનુ ફલોર મશીન રિવર્સ લેતા પાછળના ટાયરમા આવી જતાં મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના માછણડેમ નજીક કામ કરતા યુવકનું સિમેન્ટ કોન્ક્રીટનુ ફલોર મશીન રિવર્સ લેતા પાછળના ટાયરમા આવી જતાં મોત
તારીખ 11-07-2024 ના રોજ શંકર કાળિયા કટારા ( કુશલગઢ) ના રહેવાશીનો પુત્ર મનીષ જેની ઉમર આસરે 19 વર્ષની છે તે નાનસલાઇ મુકામે માછણડેમ નજીક પાણીની ટાંકીનુ કામ ચાલતું હતું ત્યાં આસરે બપોરે 12:30 કલાકે સિમેન્ટના કોંક્રીટનુ માલ બનાવનાર એજેક્સ કંપની નું ફલોરી મશીન GJ-36-S-8118 ના ચાલક દ્વારા રિવર્સ લેતા તેના પાછળનુ ટાયર મનીષભાઈ પર ચઢી ગયું હતું. ટાયર ચઢી મનીષભાઈના શરીરે ઇજા થતાં તેમને તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાને લઈ જવામાં આવેલ હતા. ઝાલોદ સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા મનીષભાઈ ને મૃત જાહેર કરવામાં આવેલ હતો. આ અંગે મૃતકના પિતા દ્વારા કોંક્રીટનુ માલ બનાવવાના મશીનના ચાલક વિરુદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.



