નડિયાદ ગીતા મંદિરમાં ગીતાજીના બારમાં અધ્યાય તેમ જ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ગીતામંદિરમાં રાજકીય સંસ્કૃત પાઠશાળા જે ૧૩૬ વર્ષથી ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખેલ છે ત્યાંથી ૬૫ ઋષિ કુમારો સાથે આજરોજ મિહિર ગુરુજી સાથે ગીતામંદિર નડિયાદમાં પધારી ગીતાજીના બારમાં અધ્યાય તેમ જ અથર્વશીર્ષના પાઠ કરી અને ગીતા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ ગીતામંદિર તરફથી ઋષિ કુમાર અને નિત્ય પાઠ માટે ગીતાજીના ત્રણ અધ્યાયની ગીતાજી અર્પણ કરવામાં આવે છે આ પ્રસંગે પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠશાળાના ગુરુજી મિહિરભાઈ પુરોહિત એ ગીતામંદિરની વિવિધ પ્રવૃત્તિઓનો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો આ પ્રસંગે ગીતા મંદિરના ટ્રસ્ટી જશુબેન ભાવસાર ઉર્મિલાબેન ઠક્કર તેમજ મંદિરના પ્રજ્ઞેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા