ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા
લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરીવ્રત અંતર્ગત વિવિધ પ્રોગ્રામ સ્કૂલના આચાર્યગણ , શિક્ષકગણ તેમજ લાયન્સ ક્લબના મેમ્બરોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો. સ્કૂલમાં ગુરુપૂર્ણિમા તેમજ ગૌરીવ્રત નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ તેમજ મહેંદી હરીફાઈ રાખવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં મોટાં પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિધાર્થીઓ આ સુંદર પ્રોગ્રામમાં ભાગ લઈને ખૂબ જ આનંદિત જોવા મળતા હતા. ઉપસ્થિત લાયન્સ ક્લબના મંત્રી લા.ડૉ સોનલ દેસાઈ, લા.વિષ્ણુભાઈ અગ્રવાલ તથા લા.જવાહર અગ્રવાલ દ્વારા ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ વધારવા જે બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમની પ્રવૃત્તિને શાબ્દિક રીતે સરાહી હતી અને સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકો પૈકી ત્રણ બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઈનામ આપી બાળકોને બિરદાવવામા આવ્યા હતા.