અપહરણના ગુન્હાના કામે ભગાડી જનાર આરોપીને રાજકોટ થી ઝડપી પાડતી પાડવામાં ઝાલોદ પોલિસ.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

અપહરણના ગુન્હાના કામે ભગાડી જનાર આરોપીને રાજકોટ થી ઝડપી પાડતી પાડવામાં ઝાલોદ પોલિસ

ભોગ બનનાર સગીરાને આણંદથી શોધી કાઢતી ઝાલોદ પોલીસ

 પોલીસ અધિક્ષક રાજદીપસીંહ ઝાલાના ઓએ અપહરણના ગુન્હાઓમા ભોગ બનનાર સગીરા તથા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હતી તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ વિભાગ દ્વારા આ અંગે ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.સી.રાઠવા  ઝાલોદ નાઓએ માર્ગદર્શન આપેલ હતું 

તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરસાણા ગામે તળાવ ફળીયામાથી ભોગ બનનાર સગીરાને તેમના જ ફળીયાનો આરોપી પ્રકાશભાઈ ધુળાભાઈ ચારેલ નાનો લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આધારે ઝાલોદ પો.સ્ટે.એ.પાર્ટ.ગુ.ર.નં.૧૧૮૨૧૦ ૩૦૨૪૦૬૮૬/૨૦૨૪ ઈ.પી.કો કલમ-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો તા.૨૮/૦૫/૨૦૨૪ ના રોજ અત્રેના પો.સ્ટે. દાખલ થયેલ જે આધારે સિનીયર પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ.માળી નાઓને બાતમી મળેલ કે સદરહું ગુન્હાનો આરોપી રાજકોટ ખાતે એક નર્સરીમા કામ કરે છે અને ત્યાં રહે છે તેવી બાતમી આધારે તાત્કાલીક ધોરણે અત્રેના પો.સ્ટે.ના એ.એસ.આઈ સુરેશભાઈ દિનેશભાઈ બ.નં.૧૦૭૬ નાઓને પોલીસ માણસો સાથે રાજકોટ મોકલતા આરોપી મળી આવેલ જે આરોપીની સઘન પુછપરછ કરતા ભોગ બનનાર સગીરા આરોપીએ પોતાની બહેનના ઘરે આણંદ મુકામે રાખેલ હોવાની માહીતી મળતા તાત્કાલીક ધોરણે આણંદ જઈ ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

આમ અપહરણના ગુન્હામા ભોગ બનનાર કિશોરી તથા આરોપી પ્રકાશભાઇ ધુળાભાઈ જાતે.ચારેલ ઉ.વ.૪૪ રહે.ખરસાણા તળાવ ફળીયું તા.ઝાલોદ જી.દાહોદ શોધી કાઢવામા ઝાલોદ પોલીસને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!