ગાંગરડીનું બસ સ્ટેશન જર્જરિત હાલતમાં.

વનરાજ ભુરીયા

ગાંગરડીનું બસ સ્ટેશન જર્જરિત હાલતમાં, પોપડા ઉખડી ગયા અને કાટ ખાધેલા સળિયા દેખાયા.હાલ ચોમાસાના સમયે સંબંધીત વિભાગની બેદરકારી ક્યારેક આકસ્મિક ઘટના સર્જી શકે છે.દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું ગાંગરડી ગામના એસ.ટી. વિભાગના બસ સ્ટેશન ઉપર સ્થાનિક વિસ્તારની મુસાફરી માટે વાગમન કરતી પ્રજા બસની રાહ જોઈને બસ સ્ટેશનમાં બેસે છે. આ શ્રમજીવી મુસાફરો બસ સ્ટેન્ડ સ્થળે ઉભી રહેતી બસોમાં બેસી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી કામ અર્થે મુસાફરી કરીને બહાર ગામ જાય છે.ગાંગરડીના બસ સ્ટેશનની વર્તમાન પરિસ્થિતિ મુજબ બસ સ્ટેશન અત્યંત જર્જરિત સ્થિતિમાં ભાસી રહ્યું છે. જેમાં બસ સ્ટેશનની છત ધાબાના પ્લાસ્ટરના પોપડા ઉખડી જતાં કાટ ખાધેલા અને ક્ષતિગ્રસ્ત એવા લોખંડના સળિયા પણ બહાર આવી ગયેલા જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસું ઋતુમાં બસની રાહ જોઇને બસસ્ટેશનમાં બેસી રહેતા મુસાફરો ગમે ત્યારે પણ આકસ્મિક ઘટનાનો ભોગ બની શકે તેવી સ્થિતિ જર્જરીત બસ સ્ટેશનના કારણે સર્જાઇ શકે છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી જર્જરીત બનેલા ગાંગરડી બસ સ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં તે ઇચ્છનિય છે નહિ તો જર્જરિત બસ સ્ટેશન ના લીધે જાનહાનિ સર્જાઈ તેવી પરસ્થિતિ જોવા મળી રહી છે.[બસ સ્ટેશનનું રિનોવેશન કરવું જરૂરી ].ગાંગરડી ગામે બસ સ્ટેશન જ્યારથી બન્યું છે ત્યારથી લઈ ને આજ દિન સુધી કોઈપણ પ્રકારની રીપેરીંગ કે રીનોવેશનની કામગીરી કરવામાં આવી નથી. એસ.ટી. વિભાગ દ્વારા બસ સ્ટેશનની જર્જરિત સ્થિતિનું અવલોકન કરી જૂનું બસ સ્ટેશન તોડી પાડી અને અદ્યતન નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોને અનેકવિધ સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે. > સ્થાનિક ગ્રામજનો, ગાંગરડી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: