ભારે વરસાદના કારણે ઝાલોદના શબરી આશ્રમ મુખ્ય માર્ગે ઝાડ અને વીજપોલ પડી જતા.
પંડિત પંકજ તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
*ભારે વરસાદના કારણે ઝાલોદના શબરી આશ્રમ મુખ્ય માર્ગે ઝાડ અને વીજપોલ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર*
હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીના કારણે ઝાલોદના શબરી આશ્રમ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર ઝાડ અને વીજપોલ પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા નાયબ મામલતદાર વિશાલ બારીયા, વન વિભાગના અધિકારી મછાર, એમ.જી.વી.સી.એલ.ના અધિકારી વસૈયાના સંયુકત પ્રયાસોથી તેમની ટીમો દ્વારા ઝાડ અને વીજપોલ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.