પરિણિતાને સાસરીના લોકો માનસિક ત્રાસ આપતા તેમજ દહેજની માંગણી કરતા પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા તાલુકાની પરિણિતાને સાસરીના લોકો ઘરના કામકાજ બાબતે માનસિક ત્રાસ આપતા તેમજ દહેજની માંગણી કરતા હતા. આથી કંટાળેલી પરીણિતાએ આ મામલે ઠાસરા પોલીસમાં પહોંચી પોતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા તાલુકાના એક ગામે રહેતી પરીણિતાના લગ્ન વર્ષ ૨૦૧૬મા થયા હતા. લગ્ન બાદ સાસરે આવીને રહેતી આ યુવતીને શરૂઆતમાં તેના પતિ, સાસુ, સસરા સારી રીતે રાખતા હતા. ત્યારબાદ તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ તે દીકરી ૨૩ દિવસમાં જ મૃત્યુ પામી હતી. ખેતીકામ કરતા પતિ તેમજ ઘરમાં રહેતા સાસુ, સસરા અવારનવાર પરીણિતા સાથે ઘરના કામકાજને લઈને ઝઘડો કરતા હતા. આ વાતથી પરીણિતાના પિયરના માણસો પણ વાકેફ હતા.જોકે સમજાવટના અંતે મામલો થાડે પાડી દેવાતી અને સમાધાન કરવામાં આવતું હતું. ૨૧ જુલાઈ ૨૦૨૪ના રોજ તેણીની પોતાની સાસરીમાં હતી ત્યારે સાસુએ પોતાની પુત્રવધુ સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે સસરાએ આવીને પણ પુત્રવધુ સાથે ગાળાગાળી કરી હતી. બીજા દિવસે પતિએ પણ ગાળો બોલી તેણીને કહ્યું કે તારે અહીંયા રહેવું હોય તો તારા પિતાના ઘરેથી રૂપિયા લઈ આવ તેમ કહી ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો. વધારે ઝઘડો કરશે તે બીકે તેણીની પોતાના મામાના ઘરે રહેવા જતી રહી હતી. બેત્રણ દિવસ અહીંયા રહ્યા બાદ ૨૫ જુલાઈના રોજ તે પોતાની સાસરીમાં પરત આવતા સાસરીના લોકોએ કહ્યું કે તારે અહીંયા રહેવું હોય તો તારા પિતાના ઘરેથી રૂપિયા લઈ આવ તેમ કહી સાસરેથી કાડી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ સમગ્ર મામલે ન્યાય મેળવવા ઠાસરા પોલીસમાં ત્રાસ આપનાર પોતાના પતિ, સાસુ, સસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!