નડિયાદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન રેલી યોજાઈ
નરશ ગનવાણી નડિયાદ
મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા નારી વંદન ઉત્સાહ નિમિત્તે તા. ૧ થી ૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી વિવિધ થીમ આધારીત ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે. તે અંતર્ગત ખેડા જીલ્લામાં ના મહિલા સુરક્ષા દિવસની થીમ આધારીત સૌપ્રથમ નારી વંદન રેલી યોજાઇ. જેમાં નડીઆદ નગર પાલીકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, અને મહિલા અને બાળ અધિકારી ખેડાએ રેલીને પ્રસ્થાન કરાવેલ. નારી વંદન ઉત્સવ અંતર્ગત રેલીમાં કુલ ૧૧૮ દીકરીઓએ ભાગ લીધેલ કે જેઓ નડીયાદ સરદાર પટેલ ભવન થી નીકળી બસ સ્ટેન્ડથી રેલ્વે સ્ટેશન થઇ સરદાર-પટેલ ભવન પરત આવી. જેમાં શાળાની કિશોરીઓ, તથા પોલીસ વિભાગની બહેનોએ ભાગ લીધેલ હતો.
ત્યારબાદ ‘’મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી કઠલાલ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલા અને બાળ અધિકારી ફરજાના ખાન તથા દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી સોનલબેન પટેલ હાજર રહ્યા હતા. જેમાં સાયબર ક્રાઇમ માંથી પીએસઆઇ નીરજ બારોટ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. આઈસીડીએસ વિભાગમાંથી સીડીપીઓ અલકાબેન તેમજ કઠલાલ પીએસઆઇ ડી.એચ.દેવડા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત એસએચઇ ટીમ દ્વારા મહિલાઓને લગતી માહિતી આપવામાં આવી. તેમજ કરાટે અને વ્યાયામમાં રાજ્ય લેવલે ગોલ્ડ મેડલ મેળવેલ દીકરીઓનું ટ્રોફી આપી સન્માન કરેલ તથા તેમના દ્વારા કરાટે પર નિદર્શન કરાવેલ. ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ ની માહિતી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકિયા માહિતી પીબીએસસી કાઉન્સેલર અંકિતાબેન પરમાર દ્વારા આપવામાં આવેલ હતી અને સખીવન સ્ટોપ સેન્ટરની માહિતી નીલમબેન ડામોર-કેન્દ્ર સંચાલક દ્વારા આપવામાં આવેલ હતી.

