નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં સર્જાતા એકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરના મરીડા ગામની સીમમાં હાઇવે પર પસાર થતા ટેમ્પા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા ટેમ્પા ચાલકે બ્રેક મારતા ટેમ્પો ફંગોળાતા ટેમ્પાની ખાલી સાઈડ નો દરવાજો ખુલી જતા યુવક રોડ પર પટકાતા મોત નિપજયુ હતુ.
શુક્રવાર સવારના સમયે વડોદરાના પ્રતાપનગરથી ટેમ્પા ચાલક ફતેસિંહ અને અન્ય શ્રમિકો સાથે સોમાભાઈ વડોદરા થી અમદાવાદ જતાં હતા. તે સમયે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પરના મરીડા ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા તે આગળ જતા ટેમ્પા ચાલકે અચાનક બ્રેક મારતા ટેમ્પા ચાલકે ફતેસિંહ તેના ટેમ્પાને બ્રેક મારતા ટેમ્પો ફંગોળાયો હતો. જેથી ટેમ્પાની ખાલી સાઈડ નો દરવાજો ખુલી જતા સોમાભાઈ રોડ પર પટકાતા ઘટના સ્થળે મોત નિપજયુ હતુ
