ગરબાડા નગરમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઇ;યુવાનો સહિત બાળકો પાળિયા,ધારિયા , તીર કામઠા સાથે આદિવાસી પોશાકમાં રેલી કાઢવામાં આવી.
રિપોર્ટર:વનરાજ ભુરીયા, ગરબાડા
કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા.
ગરબાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તમામ આદિવાસી બંધુઓમાં વિશ્વ આદિવાસી દિવસને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસને લઈને લોકો પારંપારિક પોશાકમાં જોવા મળ્યા હતા ડીજેના તાલ ઉપર હાથમાં તીર કામઠી લાકડી ધારિયા જેવા સાધનો સાથે ડી.જે પર વિવિધ પ્રકારના ગીતો અને વિવિધ પ્રકારના નૃત્યો ની રમઝટ જામી હતી ડીજે ના આવા અનેક ગ્રુપો નગરમાં જોવા મળ્યા હતા જે નૃત્ય ને જોવા માટે લોક ટોળા એકઠા થયા હતા હૈયે હૈયુ દળાય તેટલું માનવ મેરામણ જોવા મળ્યું હતું
તો બીજી તરફ માધ્યમિક શાળા ગરબાડા ખાતે સવારના 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીના માં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિતે વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,તાલુકા ભાજપ
પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ,ગરબાડા સરપંચ, દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી ,તાલુકા વિકાસ અધિકારી રાઠવા તેમજ જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો સહિત લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ એકત્રિત થયું હતું અને કાર્યક્રમનો લાભ લીધો હતો વિશ્વ આદિવાસી દિવસને લઈને
નગરના વેપારી બંધુએ પણ પોતાના ધંધા રોજ્ગાર બંધ રાખ્યા હતા તેમજ ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ રાહુલ પટેલ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.