ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ઝાલોદ એસ.ટી ડેપોના મેનેજર નિલેશ મુનિયા દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની બસોમાં તિરંગો લગાવવા તેમજ મુસાફરોને સ્વતંત્રત દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા રાષ્ટ્રધ્વજની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ મુસાફરો અને એસ.ટી ડેપોની ગાડી પર તિરંગો લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર નિલેશ મુનિયા તેમજ અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અંતર્ગત દરેક ભારતીયના દિલમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ મજબૂત થાય તેમજ આવનારી નવી પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યે સદભાવના અને પ્રેમ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા દરેક સરકારી ઓફિસ તેમજ રાજ્ય, જિલ્લા, તાલુકા લેવલે ઉજવણી કરવામાં આવી રહેલ છે .