ખેડૂતને દવાનું વેચાણ કરીને નફો કરવાની લાલચ આપી રૂ.૨.૧૬ લાખની છેતરપિંડી કરી

નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા તાલુકાના માસરા ગામના ખેડૂતને ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવાનું વેચાણ કરીને નફો કરવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. ૪ લાખ લીધા બાદ દવા કે પૈસા પરત ન આપી રૂ.૨.૧૬ લાખની છેતરપિંડી આચરી છે.

ઠાસરા તાલુકાના માસરામાં રહેતા લક્ષ્મણ સોઢા પરમાર જે ખેતી કરી ગુજરાન ચલાવે છે. જેમાં તેમના ઘરે ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ જય પરીર્વતન કંપનીના કર્મચારી રાજેશભાઈ સેનવા (વણોતી), વનરાજ સોલંકી (આમોદર), પ્રવિણ સોલંકી દ્વારા જય પરિવર્તન કંપનીની ખેતીના પાક માટેની દવાઓની પ્રોડક્ટ તમે લો અને ધંધો અને નફો કરી આપીશું તેમ કહી રૂ. ૪ લાખનું રોકાણ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ લક્ષ્મણભાઈએ બેંકમાં રૂપિયા ૨.૩૪ લાખ
ઉપાડી આપ્યા હતા. ત્રણ દિવસ બાદ ત્રણેય જણાએ રૂ ૮૪ હજારની દવા લઈને ઘરે આપી ગયા હતા. પરંતુ તેઓ દ્વારા આ દવાનું બિલ આપ્યું ન હતું. વધુ રકમની માંગ કરાતાં લક્ષ્મણભાઇએ 5 જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ ડાકોર એસબીઆઈ બેંકમાંથી બે લાખની પેન્શન લોન લઈ અને બાકીના રૂ. એક લાખ ૪૬ હજારની ચુકવણી કરી હતી. ત્યાર પછી આ ઇસમોને ફોન કરતાં કોલ કરતા તેઓ દ્વારા અમે રૂપિયા પાછા આપી જઈશું કહી આનાકાની કરી હતી. જેને લઇને લક્ષ્મણભાઇ સીધા વડોદરા સ્થિત કંપીનીએ પહોંચી જતાં કંપનીના માલિક દ્વારા ત્રણેયને બોલાવાયા હતા. આ સમયે રૂપિયા પરત આપવાની અને દવા આપી જવાની હૈયાધારણા આપ્યા બાદ પણ પૈસા કે દવા ન આપતાં અને વારંવાર ફોન કરવા છતાં જવાબ ન આપતાં અંતે પોતાની સાથે છેતરપિંડી કરીને રૂપિયા પડાવી લેતાં ડાકોર પોલીસ મથકે  ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: