ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા સફળ ડિલીવરી કરવામાં આવી.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા સફળ ડિલીવરી કરવામાં આવી

Date 16/08/2024ગામ ચિત્રોડીયા ગામના મંદિર ફળિયામા રહેતા 28 વર્ષના કોકિલાબેન કાળુભાઇ કટારાને અચાનક ડીલેવરીનો દુખાવો ઉપડતા પાડોશી આશાવર્કર મધુબેન દ્વારા 108મા કોલ કરવામાં આવ્યો હતો. 108 ની મદદ માંગતા તરતજ 108 ના સ્ટાફ EMT આશિષ.કે.ડામોર અને દિવ્યરાજ સિંહ એમના ઘરે 108 એમ્બ્યુલન્સ લઇ જવા રવાના થયા હતા. ત્યાં પહોંચતા જે બેનને પ્રસૂતિ આવવાની હતી તે બેનની તપાસ કરતા જણાયું કે બેનના પ્રસુતિનો દુખાવો વધારે હોવાથી બેનને એમ્બ્યુલન્સમા જ ડીલેવરી કરાવી પડે તેમ હતું એટલે 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા ફિસિ્શન ડૉ.પરમારના માર્ગદર્શન થી બેનને બહુજ કાળજી પૂર્વક એમ્બ્યુલન્સમા ડીલેવરી કરાવી ડૉ. પરમારના માર્ગદર્શન થી જરૂરી ટ્રિટમેન્ટ આપી નજીકની CHC હોસ્પિટલમા શિફ્ટ કર્યા હતા ત્યાં પ્રસૂતિ કરવામાં આવેલ મહિલા અને બાળકની હાલત સારી હોવાનું ત્યાંના ડોક્ટરે જણાવેલ હતું. તેથી સફળ કામગીરી કરનાર 108 ના સ્ટાફનો આભાર પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: