નડિયાદ ભીમ તલાવડી પાણીની ટાંકી પાસેથી ૭૮ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલ.સી.બી સ્ટાફના માણસો નડિયાદ ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં ૧૫મી ઓગષ્ટ તહેવારમા કોમ્બીંગ નાઇટ અંગે પેટ્રોલીંગ દરમ્યાન ચકલાસી ભાગોળ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ ગણેશ ગોપીનાથને બાતમી મળેલ કે નડીયાદ ચકલાસી ભાગોળ ચોકડીથી ફતેપુરા જવાના રસ્તે ભીમ તલાવડી પાણીની ટાંકી સામેના રસ્તેથી અંદર નવી બનતી સોસાયટી પાછળ આવેલ ભરતભાઇના ઘર પાસે ખુલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. પોલીસે જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમ ઘરે હાજર હોય જે ઇસમને નામ-ઠામ પુછતા તેણે પોતાનુ નામ વીપુલભાઇ મુકેશભાઇ તળપદા રહે.નડીયાદ,ચકલાસી ભાગોળ,નવુ ફળીયું નડીયાદ નો હોવાનુ જણાવેલ હાજર ઇસમને મકાન માલીક બાબતે પુછપરછ કરતા જણાવેલ કે સદર મકાન મારા કાકા ભરતભાઇ રાયસીંગભાઇ તળપદાનું છે  અને મકાનુ કામ ચાલુ હોય હું સામાનની દેખરેખ માટે રાત્રે આવુ છું.  રહેણાંક મકાનની પાસેના ભાગે ખુલ્લી જગ્યામાં તપાસ કરતા એક મોટુ પ્લાસ્ટીકના મીણીયું ખોલી જોતા તેમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો અલગ અલગ માર્કાના વિદેશી દારૂના બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૨૮ જેની આશરે કુલ કિ.રૂા.૭૮, હજાર ના  મુદ્દામાલ સાથે જાહેરમાથી મળી આવ્યું હતું.  સ્થળ પરથી પકડાઇ ગયેલ ઇસમ તથા વિદેશીદારૂ મુકી જનાર અને સ્થળ ઉપર નહી મળી આવનાર લાલુભાઇ જયંતીભાઇ તળપદા રહે.નડીયાદ, ચકલાસી ભાગોળ રામજી મંદીર પાસે નડીયાદ  જે તમામ ઇસમો વિરૂદ્ધ નડીયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!