પોલીસે કઠલાલના ફાગવેલ પાસેથી વિદેશી દારૂ સાથે ૪ લાખ ૭૫ હજારનો મુદ્દામાલ ઝડપી પાડયો

નરેશ ગનવાણી નડિયાદ

વિજિલન્સ પોલીસે બાતમી આધારે રાજસ્થાનથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી અમદાવાદ જતી કારને કઠલાલના ફાગવેલ પાસેથી પકડી પાડી છે. જોકે કાર ચાલક ફરાર થયો હતો. કારમાંથી રૂપિયા ૧.૭૫ લાખનો વિદેશી દારૂ પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ વિજિલન્સ પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનનો બંસવાડા જિલ્લાનો બુટલેગર ચિન્ટુ ઉર્ફે બન્ના પોતાના મળતિયાઓ દ્વારા રાજસ્થાનથી કારમાં દારૂ લાવી દારૂનો જથ્થો અમદાવાદ તરફ આપવાન જવાનો છે. જેના આધારે પોલીસે ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફાગવેલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણનવાળી કાર આવતાં કારને ઉભી રાખવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કારનો યુર્ટન માર્યો હતો જેથી પોલીસે આ કારનો પીછો કરતાં થોડે દૂરથી  કારને પકડી લેવાઈ હતી જોકે પોલીસ પહોંચે તે પહેલા જ કાર ચાલક કારને બીનવારસી મુકી ખેતરાડુ રસ્તે ફરાર થઈ ગયો હતો. પોલીસે કરમા તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા નાની મોટી બોટલો મળી કુલ ૧૧૪૭ કિંમત રૂપિયા ૧ લાખ ૭૫ હજાર ૫૩૫ તેમજ ગુનામાં વપરાયેલી કાર સાથે કુલ રૂપિયા ૪ લાખ ૭૫ હજાર ૫૩૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર થયેલો ચાલક, રાજસ્થાનનો ઉપરોક્ત બુટલેગર કાર માલિક, દારૂનો જથ્થો મંગાવનાર મળી કુલ ૪ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!