કોલકતાની ઘટનાના વિરોધમા દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મૌન રેલી યોજી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પીડીત પરિવારને ન્યાયની માંગણી સાથે મૌન રેલી યોજી
કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા થતા તેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આ ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે નડિયાદમાં દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ પીડીત પરિવારને ન્યાયની માંગણી સાથે મૌન રેલી યોજી હતી. આ મૌન રેલી કોલેજના સ્ટુડન્ટ્સ નર્સિંગ એસોસિએશન દ્વારા કાઢવામાં આવી હતી. આ રેલી કોલેજથી નીકળી સંતરામ સર્કલ થઈને અલકાપુરી થઈ પરત કોલેજે પરત ફરી હતી. આ રેલીમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો સાથે વિદ્યાર્થીઓ ઘટનાને વખોડી હતી. આવી ઘટનાઓનું દેશમાં પુનરાવર્તન ન થાય તેમજ પીડીત પરિવારને ન્યાય મળે તે હેતુથી મૌન રેલી યોજાઈ હતી.


