ખેડા પાસે હાઇવે પર એક હોટલમાં જુગાર રમતા ૨૨ લોકો ઝડપાયા
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખેડા પાસેની એક હોટલમાં દરોડો પાડી જુગાર રમતા ૨૨ લોકોને ઝડપી પાડયા છે. પોલીસે એક લાખ રોકડ અને મોબાઇલ ફોન તેમજ બે કાર મળી કુલ રૂપિયા ૭ લાખ ૪૨ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ખેડા તાલુકાના ગોબલજ પાસે હાઈવે પર આવેલી રોયલ પેલેસ હોટલમાં કેટલાક ઈસમો રૂમો ભાડે રાખી જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે મોડી રાત્રે આ હોટલમાં રેડ પાડી હતી. જ્યાં સ્ટાફ રૂમમાં તપાસ કરતાં ૨૧ લોકો કોઈન મારફતે જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા. સ્થળ પરથી ૨૦ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા એક લાખ પાચ હજાર, અને બે કાર મળી કુલ રૂપિયા ૭ લાખ ૪૨ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ તમામ જુગારીયાઓના નામઠામ પુછતા કેતન શાન્તિલાલ સુથાર, પ્રમોદ વામનરાવ દભાણે, વિક્રમ ડાહ્યાભાઈ ઠાકોર, કરણસિંહ ઉદેસિંહ ચૌહાણ, નીલેશ મનુભાઇ પટેલ, રઇજી કાંતીભાઇ ઠાકોર, પોપટ વીસાભાઈ નાઇ, કૌશલ ભરતભાઈ ગજ્જર, રાકેશ ગજ્જનલાલ કોરી, ચિરાગ ઉર્ફે ચીન્ટુ મુકેશભાઇ ઠાકોર, વિપુલ અમરતભાઇ શાહ, દિનેશ ઈશ્વરભાઈ પટેલ, રોહીત રમણભાઈ પ્રજાપતી, ચેતન સંતરામભાઇ લશ્કરી, સચીન શીનાસુંદર દેવાડીગા, મોહિત નયનભાઇ બાલોદીયા, વિશાલ અશોકભાઈ શાહ, સંજય કાંતિલાલ નાગપુરે, ચિંતન વિનોદભાઈ પટેલ, વિપુલ ગંભુભાઈ મકવાણા, ગમુનાથ રામાનાથ જોગી, જીવા ફતેજી બારૈયાનો સમાવેશ થાય છે.