ઝાલોદ પોલીસ દ્વારા એક આરોપી સાથે 3,40,299 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ પોલીસ દ્વારા એક આરોપી સાથે 3,40,299 રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો
તારીખ 21-09-2024 શનિવારના રોજ ઝાલોદ પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ફરતા ફરતા મેલણીયા ગામે આવતા એક સિલ્વર ગોન્ડ કલર ની હુન્ડાઈ GETZ ગાડી રજી. નં.GJ 01 HN9028 ની શકમંદ હાલતમાં આવતી જણાતા સદર ગાડીને પોલિસ દ્વારા ઉભી રાખવા માટે ઇસારો કરતા ગાડીનો ચાલક પોતાની ગાડી દુર થી ઉભી રાખી ભાગવા જતા પોલીસ માણસોએ દોડીને ગાડીના ચાલક ડ્રાઇવરને પકડી પાડેલ અને ગાડીમાં શું ભરેલ છે તે બાબતે પુછતા કરતા સદર ગાડીના ચાલકે કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ગાડીની અંદર જોતા કઈ જોવા મળેલ નહી અને ગાડી શકમંદ હોય જેથી ગાડીના તળીયાની સીટ ખોલી જોતા અંદરના ભાગે ઇંગ્લીશ દારૂની બોટલો ભરેલ હોવાનુ જણાઇ આવેલ હતું. પોલિસ દ્વારા પકડાયેલ ગાડીના ચાલકનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ વિકેશભાઈ ઉર્ફે કાલુ નાનકરામ જાતે. સીંધી મુળ રહે. આશપુર નવી વસાહત, તા. આશપુર જી.ડુંગરપુર (રાજસ્થાન) હાલ રહે ભારતનગર કોલોની પીપલોદ બાંસવાડા તા.જી, બાંસવાડા(રાજસ્થાન)નો હોવા નું જણાવેલ હતું. પોલિસ દ્વારા પકડાયેલ મુદ્દામાલની ગણતરી કરતા ઇંગ્લીશદારૂ ભરી હેરાફેરીમાં વપરાયેલ જેની કિં.રૂ.૩,૦૦, ૦૦૦ તેમજ ઇંગ્લીશ દારૂની 261 બોટલ જેની અંદાજિત કિંમત 40299 થઈ કુલ 3,40,299 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં ઝાલોદ પોલીસને સફળતા મળી હતી.

