પોલીસે કોડિન યુક્ત નશીલી દવાઓની બોટલો સાથે બે ઇસમોને ઝડપી પાડયા

નરેશ ગનવાણી નડિયાદ

ગઈકાલેજી મહુધા રેલવે ફાટક પાસે પોલીસે બાઇક પર આવેલા બે લોકોને કોડિન યુક્ત નશીલી દવાઓની બોટલો સાથે પકડી લીધા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા એસઓજી પોલીસના માણસો મહુધાના વડથલ ગામની સીમની રેલવે ફાટક પાસે વોચમા ઉભા હતા. ત્યારે શંકાસ્પદ લાગતા બાઇક પર સવાર બે લોકોને ઉભા રાખી પુછપરછ કરતા પોતાનું નામ મહંમદઈમરાન અબ્દુલમજીદ મલેક (રહે.મહુધા) અને આરીફમહંમદ મહંમદરફીક શેખ (રહે.મહુધા) હોવાનું જણાવ્યું હતું. આ બંને ઈસમો પાસેથી નશીલા કફ શીરપની બોટલો મળી આવી હતી. જેના આધાર પુરાવા માંગતા આ બંને લોકો આપી ન શક્યા નહતા. ત્યારબાદ
પોલીસે એફએસએલને સ્થળ પર બોલાવી પ્રાથમિક પૃથક્કરણમા આ કોડિન યુક્ત નશીલી દવા હોવાનું જાણવા મળ્યું હતું. જે પ્રતિબંધિતમા આવતુ હોવાથી પોલીસે આ બોટલો નંગ ૨૦ કિંમત રૂપિયા ૩૦ હજાર ૭૦૦ની કબ્જે કરી સેમ્પલો મેળવી FSLની અંદર પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. તો આ પ્રતિબંધિત દવાનો જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો તે દીશામાં પકડાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા આ જથ્થો કઠલાલના નિરવ ઉર્ફે પાપડી પાસેથી લાવી વેચાણ અર્થે લાવ્યા હોવાની વિગતો જણાવી હતી. આથી પોલીસે કુલ ત્રણ સામે ગુનો નોંધી કુલ રૂપિયા ૬૬ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કરી ફરાર નિરવ ઉર્ફે પાપડીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: