સંતરામ વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ પ્રાચીન ગરબા માં જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા
નરેશ ગનવાણી નડિયાદ
કમિશનર શ્રી યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત
ખેડા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યા હતા. જેમા શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક ની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા માં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે. હવે
તેઓ રાજ્ય કક્ષાએ ગરબા રમવા માટે જશે.
જિલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા થવા બદલ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ હાર્દિક અભિનંદન. જિલ્લા કક્ષાએ ગરબામાં વિજેતા થવા બદલ અને રાજ્યકક્ષાએ પસંદગી પામવા બદલ. સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના સુભાષિશ પાઠવેલ છે.