ડીડીયુ ફાર્મસી ફેકલ્ટી દ્વારા ગેસ્ટ લેક્ચર નું આયોજન
નરેશ ગનવાણી નડિયાદ
નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ યુનિવર્સિટી ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા બી. ફાર્મ. ના છેલ્લા વર્ષ તેમજ એમ. ફાર્મ. ના વિદ્યાર્થીઓ માટે ‘ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટ્રી માં રેગ્યુલેટરી અફેર્સ’ વિષય પર એક ગેસ્ટ લેકચર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સન ફાર્મા ના ડેપ્યુટી જનરલ મેનેજર મિસ. બેલા શાહ મુખ્ય વક્તા તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને ભારત માં તેમજ બીજા દેશો માં દવા ને લગતી મંજૂરી ની પ્રક્રિયા વિસ્તાર થી સમજાવી હતી. તે ઉપરાંત તેઓ એ નવી દવા ના સંશોધન અને તેને બજાર માં લાવવા માટે ના જરૂરી નિયમો પણ સમજાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ફેકલ્ટી ના પ્રોફેસર શ્રી ચિરાગ કારેલીયા અને શ્રી જેની ક્રિશ્ચિયન દ્વારા ફેકલ્ટી ના ડીન ડૉ.તેજલ સોની તેમજ પ્રો. બી. એન. સુહાગિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.