વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ડભાણથી વડતાલ પદયાત્રા યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ પૂર્વે ડભાણ મંદિરના કોઠારી પૂજ્ય બળદેવ પ્રસાદદાસજી તથા સાંખ્ય યોગી પુરી બા ના માર્ગદર્શન હેઠળ રવિવારે સવારે ડભાણથી વડતાલ સુધીની પદયાત્રા યોજાઇ હતી. આ પદયાત્રામાં તે સ્ત્રી પુરુષ બાળકો સહિત ૧૫૦ થી વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.
આગામી નવેમ્બર માસમાં તારીખ ૭થી ૧૫ સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતો થી પાવનથયેલ વડતાલની વસુંધરાના ક કણ કણ માં આધ્યાત્મિકતાના દિવ્ય સ્પંદનો ગુંજી રહ્યા છે તે વડતાલ ધામમાં બિરાજમાન શ્રી લક્ષ્મણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. આ મહોત્સવ અંતર્ગત દામોધમથી હરિભક્તો પદયાત્રાઓ યોજી વડતાલ આવે છે રવિવારે સવારે મંગળા આરતી બાદ ડભાણ મંદિરથી શણગારેલ ટ્રેક્ટર માં પ્રસ્થાપિત કરાયેલ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું મંદિરના કોઠારીએ પૂજન કરી આરતી ઉતારી હતી ત્યારબાદ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂનસાથે સૌ ભક્તો પદયાત્રામાં જોડાયા હતા પદયાત્રા સવારે વડતાલ મંદિરે પહોંચી હતી. જ્યાં વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી ઉજ્જૈન મંદિરના કોઠારી આનંદ જીવન સ્વામી તથા પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી એ ડભાણના કોઠારી બળદેવ પ્રસાદ સ્વામીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડો. સંત સ્વામીએ પદયાત્રામાં જોડાયેલા સૌ ભક્તોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે અત્યારે કોઈ ભગવાન માટે ચાલતું નથી પરંતુ આપ સૌ ભક્તો ઉત્સવ માટે પદયાત્રા કરીને આવ્યા છો. ચાલવાની ક્રિયા ભગવાનની સ્મૃતિ બની ઉત્સવની સ્મૃતિ ભરી એટલે ચાલવાની ક્રિયા યાત્રા બની ગઈ ઉત્સવ પહેલાની આ છેલ્લી યાત્રા હશે જે ભક્તો પદયાત્રામાં જોડાઈ વડતાલ પધાર્યા છે તે સર્વ ભક્તોના જે કોઈ સકામ સંકલ્પો હોય તે વડતાલ વિહારી શ્રી લક્ષ્મણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. પદયાત્રામાં જોડાયેલા સૌ ભક્તોને મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ હતું. જ્યારે ઉજ્જૈન મંદિરના કોઠારી આનંદજીવન સ્વામી એ જણાવ્યું હતું કે આપણે વડતાલના છીએ અને વડતાલ આપણું છે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુજરાતમાં રહી અસંખ્ય કાર્યો કર્યા છે જેમાં શ્રી હરિએ સંપ્રદાયની આચારસંહિતા રૂપ શિક્ષાપત્રી નું લેખન વડતાલ હરીમંડપમાં કર્યું છે. અમદાવાદ અને વડતાલ બે દેશ વિભાગના લેખ શ્રી હરિએ વડતાલમાં લખ્યા છે તથા બંને દેશના આચાર્યોની સ્થાપના પણ વડતાલમાં કરી હતી ડો. સંત તથા આનંદ જીવન સ્વામીએ પદયાત્રામાં જોડાયેલ હરિભક્તોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.