સી. બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદ યુથ ફેસ્ટિવલ-૨૦૨૫-૨૫માં વિજેતા
નરેશ ગનવાણી નડિયાદ
સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ ૨૦૨૪ ૨૫ માં સરદાર પટેલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ૭૦ થી વધુ કોલેજોએ ભાગ લીધેલ. જેમાં સી બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં કાર્યરત સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ યુથ ફેસ્ટિવલમાં છ સોલો ઇવેન્ટ પ્રસ્તુત કરેલ. તારીખ ૨૫- ૨૬ અને તેમજ તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં રજૂ થનાર વિવિધ કૃતિઓમાંથી બે કૃતિઓમાં સી.બી કોલેજ વિજેતા બની છે, જે ગૌરવની વાત છે.જેમાંથી તારીખ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ યોજાયેલ સ્પોટ ફોટોગ્રાફીમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી સી. બી. કોલેજની સેમેસ્ટર-૩ માં અભ્યાસ કરતી બારૈયા પૂજા ચિરાગભાઈએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે. તારીખ ૨૬ સપ્ટેમ્બર ના રોજ યોજાયેલ ક્લાસિકલ ડાન્સ સોલો માં કોલેજની સેમેસ્ટર એક માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઠાકર મૈત્રી સંદીપભાઈ એ સમગ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ યોજાયેલ યુથ ફેસ્ટિવલ સમાપન કાર્યક્રમમાં આ પરિણામ જાહેર થયેલ છે અને તેમને યુનિવર્સિટી તરફથી સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયેલ છે. ક્લાસિકલ ડાન્સ સોલો માં ભાગ લીધેલ મૈત્રી ઠાકર હવે વેસ્ટ ઝોન કક્ષામાં ભાગ લેવા મહેનત કરી રહી છે. આ યુથ ફેસ્ટિવલમાં સૌથી મહત્વની કૃતિ ક્લાસિકલ ડાન્સની હતી. અમારી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઠાકર મૈત્રી જેણે સતત પ્રેક્ટિસ ચાલુ રાખીને પરીક્ષામાં પણ ધ્યાન આપીને ભરતનાટ્યમની મહેનત કરી હતી.આ વિદ્યાર્થીનીએ વિશારદ ડિગ્રી પ્રાપ્ત કરી આરંગનેત્રમ માં પણ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વકક્ષાએ કાંટ ફેસ્ટિવલ જે પેરિસમાં યોજાયેલ હતો, તેમાં પણ ઠાકર મૈત્રીએ પરફોર્મન્સ આપેલ છે. સી.બી પટેલ આર્ટસ કૉલેજમાં આચાર્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ તેની પ્રેક્ટિસમાં સતત હાજર રહી તેને પ્રોત્સાહન આપતા હતા.તેના કલાગુરુ ઊર્મિ બેન ત્રિવેદી છે.એક મહિનાથી અભ્યાસની સાથે કલાસિકલ ડાન્સ ની સતત પ્રેક્ટિસ કરતી આ વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે. અને આજ મહેનતને કારણે યુથ ફેસ્ટિવલમાં ક્લાસિકલ ડાન્સ માં કથ્થક, ભરતનાટ્યમ જેવી અનેક કૃતિઓ અને ૧૦૦ જેટલી કોલેજોના સ્પર્ધકો સામે મૈત્રી ઠાકર ક્લાસિકલ સોલો ડાન્સ માં સમગ્ર યુનિવર્સિટીમાંથી પ્રથમ આવી છે.આ સાથે સેમી.-3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પૂજા બારૈયા એન સી સી કેડેટ સાથે બેસ્ટ ફોટોગ્રાફર છે. આ વિદ્યાર્થીનીએ પણ ફોટોગ્રાફ માં ભાવ દર્શન ની ઊંડાણથી સમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિના કોઓર્ડીનેટર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ પાસેથી મેળવી હતી. આચાર્યના સતત માર્ગદર્શન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવ જાણીને આ વિદ્યાર્થીનીએ ફોટોગ્રાફીમાં રહેલ વિચાર,ભાવ અને દર્શનની ઊંડી સમજ કેળવી હતી. આથી આ સમજ અને તેની કલા ને કારણે ફોટોગ્રાફીમા પૂજા બારૈયા દ્વિતીય વિજેતા બની છે. યુથ ફેસ્ટિવલમાં સમગ્ર કૃતિઓ લઈ જવાનો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો કાર્યભાર આચાર્યના માર્ગદર્શનથી સાંસ્કૃતિક પ્રવૃત્તિના કન્વીનર ડોક્ટર કલ્પનાબેન ભટ્ટના શિરે હતો. આ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિના સભ્યો ડોક્ટર પરવીન બેન મનસુરી, પ્રાધ્યાપક સંદીપભાઈ દરજી અને પ્રાધ્યાપક ભારતીબેન આચાર્ય અને પ્રાધ્યાપક મનિષાબેન દેવનાથે પણ યોગદાન આપ્યું હતું. આમ આચાર્ય તથા કોલેજ પરિવારે આ વિજેતા વિદ્યાર્થીઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.