નડિયાદમાં એસઓજી પોલીસ દ્વારા દરોડામાં ઓઈલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાયા

નરેશ ગનવાણી

નડિયાદના મરીડા ભાગોળ પાસે આવેલ સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં ખેડા નડિયાદ એસઓજી પોલીસે બાતમી આધારે દરોડા પાડયા હતા. જેમાં ઓઈલના ડુપ્લીકેટ ડબ્બા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે. ઝડપાયેલ ડબ્બા માટે કંપનીના ઓર્થોરાઈઝ્ડ વ્યક્તિ દ્વારા કોપીરાઈટ ભંગની ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના મરીડા ભાગોળ પાસે આવેલ સિટી સેન્ટર કોમ્પલેક્ષમાં દુકાન નં. સી ૬ તથા સી ૭ માં ખેડા નડિયાદ એસઓજી પોલીસે બાતમી આધારે દરોડા પાડયા હતા. જ્યાં દુકાનમાંથી નામી કંપની નામના ડુપ્લીકેટ ઓઈલના ડબ્બા મળી આવ્યા હતા. જેથી એસઓજી દ્વારા કંપનીના ઓર્થોરાઈઝડ વ્યક્તિ સાથે સંપર્ક સાધ્યો હતો. જેમાં કંપનીના કોપીરાઈટના હક્કોની જાળવણી કરતી કંપનીના ઓર્થોરાઈઝડ વ્યક્તિ રાજ લક્ષ્મણસિંહ ઠાકુર (રહે.ઈન્દોર,

મધ્યપ્રદેશ)એ નડિયાદ પહોંચ્યા હતા. જેમણે ઝડપાયેલ સર્વો કંપનીના ઓઈલના ડબ્બા ચકાસ્યા હતા. જેમાં ડબ્બા પર ક્યુઆર કોડની નીચે નંબર નહોતો અને તેના બદલે કિંમત લખેલ હતી. ઓરીજનલ ડબ્બાઓમાં લેઝર પ્રિન્ટ દ્વારા પ્રિન્ટ હોય છે, જ્યારે ડુપ્લીકેટમાં સ્કેન પ્રિન્ટ કરેલ હતું. ઓરીજનલમાં મેન્યુફેકચર મહિનો અને વર્ષ જે સ્ટીકર ઉપર તે ડબ્બાની નીચે લખેલ હોય છે, જેના બદલે ઝડપાયેલ ડબ્બામાં મળી આવ્યું ન હતું. જેથી ડબ્બા સર્વો કંપનીના ન હોવાનું સામે આવ્યું હતું. અને ઝડપાયેલ મુદ્દામાલ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે કંપની દ્વારા સર્વો કંપનીના ડુપ્લીકેટ ડબ્બા બનાવી કંપનીના કોપીરાઈટના હક્કોનું ભંગ કરવા બદલ કિશોર પહલાજરાય વાધવાણી (રહે. અમદાવાદ નોબલનગર) વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!