દાહોદમાં આજે એક સાથે ૧૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશથી જિલ્લાવાસીઓમાં ફફડાટ

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ૫૩ જેટલાં કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા ૧૬૫ જેટલાં લોકોના સેમ્પલો કલેક્ટ કરી તપાસઅથેર્ મોકલવામાં આવ્યા હતા.જે પૈકી ૧૫૨ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (૧) ૩૪ વર્ષીય હર્ષ નગીનભાઈ પરમાર, રહે.ડબગરવાડ, (૨) ૩૦ વર્ષીય મીત ચેતન ભાઈ પરમાર,રહે.નાના ડબગરવાડ (૩) ૩૦ વર્ષીય જયશ્રીબેન અજયભાઈ પરમાર, નાના ડગરવાડ, (૪)૩૨ વર્ષીય અજયભાઇ નગીનભાઇ પરમાર,(૫) ૨૮ વર્ષીય તબસુમ યુસુફભાઇ કાજી રહે. મુલ્લાવાડ (૬) ૫૫ વર્ષીય પુષ્પાબેન દિલીપભાઈ માખીજાની (૭)૩૦ વર્ષીય ભારતીબેન મહેન્દ્રભાઈ માખીજાની (૮)૩ વર્ષીય રૂદ્ર મહેન્દ્ર માખીજાની તમામ રહે સ્ટેશન રોડ (૯)૪૬ વર્ષીય સલિમભાઈ સત્તારભાઈ અનુસવાલા રહે.મોટા ઘાંચીવાડ (૧૦) ૪૫ વર્ષીય સમીનાબેન સરફરાઝ ખાન પઠાણ રહે. દાહોદ (૧૧)૪૩ વર્ષીય ભરતભાઈ રૂશપલાલ ચોપડા,દાહોદ (૧૨)૪૬ વર્ષીય મનોજ લીલારામ હરવાણી રહે. ગોદીરોડ (૧૩) ૩૦ વર્ષીય ઉમેશકુમાર પી ભોઈ રહે. ભોઈવાડ સહીત ૧૩ કેસો સાથે દાહોદ શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે.જ્યારે છેલ્લા કેટલાય દિવસમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસો શહેરના ડબગરવાડ તેમજ ઘાંચીવાડમાંથી સામે આવતા શહેરના આ બન્ને વિસ્તારો કોરોનાનો હોટસ્પોટ બની રહશે તેવા એંધાણ વતાર્ઈ રહ્યા છે.દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૧ કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી ૪૮ લોકો કોરોનામુક્ત થઇ જતા હાલ ૫૩ એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: